આપની દોસ્ત દીપા દેસાઈનો સમય સાથે સંવાદ

0

 

આપની દોસ્ત દીપા દેસાઈનો સમય સાથે સંવાદ

કેમ છે સમય,”? આમતો તું અમારો અંગત. સદાય અમારી સાથેજ છતાં જરા જાણી લઈએ કે તને અમારી સાથે ફાવ્યું? કેવો રહ્યો તું અમારી સાથે? તે અમને બદલ્યા કે અમે તને ગોઠવ્યો? અમેતો તને બાંધ્યો છે તારીખોમાં અને ફેરવ્યો છે આકડાંઓમાં. તું તો અજરા અમર અને છતાંય અમે ગણતરી કરી તારો અંત નક્કી કર્યો છે અને ફરી પાછી એકડે એકથી તારી મુલાકાત માંગી લીધી છે. આજે તો તારા વિદાયની અને આગમનની વધામણી બંન્ને ઉજવવાની અમે જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છીએ.” સમય”, તારો સ્વભાવ અમે બરાબર જાણીએ છીએ બસ તું અમારી લાગણી નો ભાવ જાણજે, જો તું તો પાછું વળી જોવાનો નથી પણ અમે તને સરસ રીતે સાચવીશું યાદોમાં અને સજાવીશું તારી આવતીકાલ અમારા સ્વપ્નાંઓમાં,હંમેશની જેમજ. તને ખબર છે “સમય”તું બદલાય છેને ત્યારે અમારી સુખદુઃખની વ્યાખ્યા બદલાઈ જાય છે. ” આવજો” કહીએ એટલે અંત થોડો કહેવાય? આતો ફરી મિલનની આશાનું ઉચ્ચારણ છે.

તારી ગણતરીમાં સદીઓ અને સૈક્કાઓ છે પણ અમારા હિસાબમાં તો આપણી સહિયારી ભાગીદારી છે.”સમય” હવેથી તું ૨૦૨૦ કહેવાશે અને અમે તારા હિસ્સેદાર. આજે તારી સાથે નવું કરારનામું.સૂરજ ચન્દ્રની સાખે ” સાલમુબારક” Happy New Year. દીપા દેસાઈ.

દીપા દેસાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *