“ફેરબદલી” કવિ અને કવિતા – દીપા દેસાઈ Kavi Aur KAvita – Deepa Desai

0

“ફેરબદલી”

અરે! કેવી થઇ ગઈ  છે તું?જો તો આંખ નીચે બહુ કાળા કુંડાળા છે કેમ?

 હા, ઉજાગરા  માણું છું. ચંદ્ર -તારા જોવા ગમે છે  ને એટલે આ તો રાતનું પ્રાતિબિંબ છે.

અરે! કેવી સુકાઈ ગઈ  છે તું? એકદમ પાતળી કેમ?

હા.સતત વિચારોની વાવણી કરી, લણણી કરું છું.કસરત થઈ જાય છે.

અરે! કેટલી ફિક્કી પડી ગઈ છે તું? હિમોગ્લોબીન ઓછું થઈ ગયું લાગે છે કેમ?

હા. જલન લોકોને થાય છે ને, લોહી ઊકળી ને બાષ્પીભવનન થઈ જાય છે.

અરે! હંમેશા  તારી દુનિયામાં મસ્ત રહેતી તું આજે આટલી ઉદાસ કેમ છે?

હા. મારી મસ્તીમાં ઇર્ષાનાં કીડા  સળવળતા દીઠાં તો બારમાસનાં અનાજની જેમ મેં મોહયી લીધું મારુ મન.દિવેલ પચાવીને તંદુરસ્તી સારી રહે છે.

અરે! ક્યાં સુધી દબાયેલી રહીશ તું? કેટલું સહન કરીશ?

    ખડખડાટ હાસ્ય … હા.. હા.. જીવનની ઘંટીમાં દળાઈ દળાઈને પીસાઈને પરિવર્તન પામવાનો મને આનંદ આનંદ છે.

ઓ..હો..  તને નથી લાગતું  બહુજ બદલાઈ ગઈ છે તું?

ના. તમને લાગે છે.તમારા એકના એક સવાલો થી  મારી મસ્ત દુનિયામાં આ તો  મેં જવાબોની ફેરબદલી કરી છે.

 અરે? તું… તું… એજ છું?

હા. હું એની એજ છું. એવીજ હસતી, રમતી, ખુશખુશાલ.

दीपा देसाई सुप्रसिद्ध  RJ

और गुजराती भाषा की जानी मानी साहित्यकार हैं 

दीपा देसाई की इस रचना को सुनने के लिए नीचे दिए गए लिंक पर जाएँ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *